એવું નથી કે એ છુપાવવા ની ક્ષમતા નથી,
પણ દિલ માં જ રહે એ દર્દ ગમતા નથી….
એવું કરીશું તો કદાચ ખુદા બની જઇશું,
પણ સમય ને માન આપી અમે હસતા નથી….
બની શકે કે મારી ગઝલો પણ નિષ્ફળ રહે,
જે વીતી ગયું છે એ બધું અમે લખતા નથી….
મૌન ને જ અંતિમ પડાવ માની લીધો છે,
એ કંઇ કહેતા નથી, કે અમે કંઇ પૂછતા નથી….!!!!
No comments:
Post a Comment