Monday, August 15, 2011

ઓ સિતમગર દાદ તો દે મારી આ તદબીરને,
લાજ રાખી લઉં છું તારી દોષ દઈ તકદીરને.
એટલા માટે શહાદતનો મને ભય ના રહ્યો
મેં જરા નજદીકથી જોઈ હતી શમશીરને.
રૂબરૂમાં એની સામે એમ જોવાયું નહીં
જેવી રીતે જોઉં છું એમની તસવીરને.

No comments:

Post a Comment