Monday, August 15, 2011

આદમીની એ મુસીબત મોતથી પણ છે વિશેષ,
જિંદગી પોતાની જ્યારે પારકી થઈ જાય છે.

કોઈ એક દિનમાં સુખી થાતું હશે કોને ખબર,
મેં એ જોયું કંઈક એક દિનમાં દુ:ખી થઈ જાય છે.
દુનિયાનાં બંધનોની હકીકત છે આટલી,
હું જઈ રહ્યો છું રૂપને સુંદર કહ્યા વિના!

જોયા કરો છો કેમ તમે મારા મૌનને,
શું મે કશું કહ્યું છે ખરેખર કહ્યા વિના?
એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો
જેનો સમયની સાથે હૃદયભાર પણ ગયો
એ પણ છે સત્ય એની ઉપર હક હવે નથી
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો
ઓ સિતમગર દાદ તો દે મારી આ તદબીરને,
લાજ રાખી લઉં છું તારી દોષ દઈ તકદીરને.
એટલા માટે શહાદતનો મને ભય ના રહ્યો
મેં જરા નજદીકથી જોઈ હતી શમશીરને.
રૂબરૂમાં એની સામે એમ જોવાયું નહીં
જેવી રીતે જોઉં છું એમની તસવીરને.
વોહ અચાનક આયેંગે ઇસ તરહ સે ઝીંદગી મેં,
હમને કભી સોચા નાં થા,
ગાલી સે દોસ્તી ઔર દોસ્તી સે મોહબ્બત હોગી,
હમને કભી સોચા નાં થા,
ઉનકા વોહ માસૂમ સ ચહેરા દિલ કો મેરે ભા ગયા,
...મોહબ્બત કા નશા કૂછ ઇસ કદર છા ગયા,
મોહબ્બત મેં મેરી વોહ ઇસ કદર ખોયે હૈ,
મુજ્હે નાં પાને કા દર સે વોહ રાતો કો છીપ-છીપ કે રોયે હૈ,
ચાહત મેરી ભી કૂછ કામ નહિ,
પર ઉનકી ચાહત કે આગે ઉસ મેં દમ નહિ,
ચાહત કા મેરી ઇસ કદર ઇમ્તેહાન ના લીજીયે,
મેરી ચાહત મેં અપની ચાહત કી મરજી શામિલ કીજીયે,
વિશ્વાસ કરો હુમ પર ટૂટને હમ નહિ દેંગે,
સાથ આપ દેના છૂટને હમ નહિ દેંગે,
મોહબ્બત કી હૈ મોહબ્બત કરેંગે,
સાથ રહે હૈ ઔર સાથ રહેંગે..
શબ્દોથી મન મોકળું થઈ જાય ત્યારે આવજે
મૌન જયારે તારાથી સહેવાય ત્યારે આવજે

છે તું હમણા વ્યસ્ત તારી જાતના શૃંગારમાં
આઈનો જોઈ તને તરડાય ત્યારે આવજે
...
તારી માફક સ્વસ્થ રહેવા હું કરીશ કોશિશ જરૂર
પણ એ કોશિશમાં નયન છલકાય ત્યારે આવજે

ફક્ત હમણાં કે અહીં પૂરતો નથી સંબંધ આ
કાળસ્થળ તારાથી ઓળંગાય ત્યારે આવજે

તું નહીં આવી શકે તારા અહમને છોડીને
મારો ખાલીપો તને વરતાય ત્યારે આવજે