અહી તમને ગુજરાતી માં જાત જાત(વિચિત્ર) નું collection જોવા મળશે....... +91 96244 85886
Wednesday, September 1, 2010
વર્ગમા ધમાલ કરવી,
મિત્રોને ચોક મારવા
વિમાન ઉડાવવા,
જોબ પર મસ્તી કરવી
...અને આંટા ફેરા મારવા,
તળાવને કિનારે જઈને
પાણીમા પથરા મારવા,
ખેતરમા જઈને દોડા દોડ કરવી,
ચુંટણી વખતે કમળ કે પંજા
સિવાય કોઇ બીજા ચિન્હ નુ કેન્વાસીંગ કરવુ
સ્વાતંત્ર અને પ્રજાસત્તાક
દિવસે એની એ જ પરેડ
એની એ જ મિસાઈલ અને એનુ એ જ 'ગાંધી' પિક્ચર જોયીને
કંટાળી જવુ
બસ સ્ટેસનમા ગિરદી થાય ત્યારે ગુસ મારીને અંદર ચઢી જવુ
ઘંઊના
ખેતરમાં જયીને થ્રેસરમા ડુંડા નાખવા
"આંખની સામે તો આંખ મળશે જરૂર,
પણ નજર તમે ટકાવી નહિં શકો........
અમે તો ફેલાવીશું આ બાંહોને,
...પણ હાથ તમારો તમે લંબાવી નહિં શકો........
દોસ્તી કરી છે ખરા હ્રદયથી અમે,
જાણું છું કે તમે ક્યારેય પારખી નહિં શકો......
વ્રજનો ધા પડશે જ્યારે હ્રદય પર,...
ત્યારે વિદાય વેળા તમે નજર મીલાવી નહિં શકો......
આવીશ જ્યારે મહેમાન બનીને આંગણે તમારા,
હ્રદયના બંધ દ્વાર તમે ઉધાડી નહિં શકો.......
ભટક્યા બહુ શોધવા અમે ખુશીને ગામે ગામે;
પડ્યા ભૂલા ને પહોંચી ગયા, ગમોને સરનામે,
ડર નથી હવે અમને સમયના વહી જવાનો;
પી લીધો છે અમે એને, ભરીને જિંદગીના નામે,
જો આવે તો હળવે પગલે આવજે જિંદગી આંગણે;
નાજુક છોડ ઉર્મિના, અમે વાવ્યા છે ક્યારે ક્યારે,
અસ્તિત્વનું પુસ્તક 'રાહે'નું ઊંધું છે એ રીતે;
જવાબ મોત જિંદગીનો, આપ્યો છે પહેલા પાને.
કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને
તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને
અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને
કોઈ મને બીજા તો સહારા નહીં મળે
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને
મારા જીવનનો પંથ હજી તો અજાણ છે
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ લખ મને
કમપ્યુટર શીખો, ચાલો ત્યારે થાવ તૈયાર.
સહુથી પહેલા કમપુટરની બધી ચાવી સમજવી પડશે. તૈયાર ?
જો જીવનમાં હોય
ખુશી SAVE
...ગમ DELETE
સંબંધ DOWNLAD
દોસ્તી FAVORITE
દુશ્મની ERASE
સત્ય KEY BOARD
જૂઠ SWITCH OFF
ચીંતા BACK SPACE
પ્યાર INCOMING ON
નફરત OUTGOING OFF
વાણી CONTROL
હંસી HOME PAGE
ગુસ્સો HOLD
મુસ્કાન SEND
દિલ WEB-SITE
આંસુ ALT
ધિક્કાર SPAM
સવારથી સાંજ ચીટકી રહો NETWORK
ઘરનાને ઘેલુ લગાવો VIRUS
શરૂઆત માં પૂરતું છે.
આ દુનિયામા હર કોઇને ગમતી વસતુ નથી મળતી
મલવા ખાતર મલી જાય છે બધુ મન ને શાતિ નથી મળતી
...ોઇક એવુ હોય છે જેને પામવા મન સતત અધીરુ હોય છે
પણ મનની અધીરાઇ સમજી સકે તેવી વ્યકિત નથી મળતી.
જેને શોધતા હોય છે નયન તેવી છબી નથી મળતી
મનમા અવિરત તરવરતી હોય્ છે,
એ આક્રુતિ નથી મળતી પ્રેમ
મા મળી તો જતા હોય છે મન પણ,
નસીબની રેખા નથી મળતી
ચાલી નીકળે છે
બધા પ્રેમ ના માર્ગે પણ
દરેકને મન્જીલ નથી મળતી.
ક – કહે છે કલેશ ન કરો
ખ – કહે છે ખરાબ ન કરો
ગ – કહે છે ગર્વ ન કરો
ઘ – કહે છે ઘમંડ ન કરો
ચ – કહે છે ચિંતા ન કરો
છ – કહે છે છળથી દૂર રહો
જ – કહે છે જવાબદારી નિભાવો
ઝ – કહે છે ઝઘડો ન કરો
ટ – કહે છે ટીકા ન કરો
ઠ – કહે છે ઠગાઇ ન કરો
ડ – કહે છે કયારેય ડરપોક ન બનો
ઢ – કહે છે કયારેય 'ઢ' ન બનો
ત– કહે છે બીજાને તુચ્છકારો નહીં
થ – કહે છે થાકો નહીં
દ – કહે છે દીલાવર બનો
ધ – કહે છે ધમાલ ન કરો
ન – કહે છે નમ્ર બનો
પ – કહે છે પ્રેમાળ બનો
ફ – કહે છે ફુલાઇ ન જાઓ
બ – કહે છે બગાડ ન કરો
ભ – કહે છે ભારરૂપ ન બનો
...મ – કહે છે મધૂર બનો
ય – કહે છે યશસ્વી બનો
ર – કહે છે રાગ ન કરો
લ – કહે છે લોભી ન બનો
વ – કહે છે વેર ન રાખો
શ – કહે છે કોઇને શત્રુ ન માનો
સ – કહે છે હંમેશા સાચુ બોલો
ષ – કહે છે હંમેશા ષટ્કાયના જીવની રક્ષા કરો
હ – કહે છે હંમેશા હસતા રહો
ક્ષ – કહે છે ક્ષમા આપતા શીખો
Subscribe to:
Comments (Atom)