લખતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ વિચારોને ઘણીવાર કાગળ પર ઉતારી લઉ છુંવાંચતા આવડે છે કે નહી,એ ખબર નથી!
પણ બીજાના મન ને જાણવાની...કોશીશ કરી લઉ છું જોતા આવડે છે કે નહી,એ ખબર નથી!
પણ પોતાના કર્મોની ઝલક અચુક લઇ લઉ છું...બોલતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ અપશબ્દ નીકળ્યા પહેલા જીભને સંભાળી લઉ છું
રમતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ જીવનની રમતોમાં કોઇક રમત જીતી લઉ છું
No comments:
Post a Comment