Wednesday, September 1, 2010

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.
રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ
...શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

ક – કહે છે કલેશ ન કરો
ખ – કહે છે ખરાબ ન કરો
ગ – કહે છે ગર્વ ન કરો
ઘ – કહે છે ઘમંડ ન કરો 

ચ – કહે છે ચિંતા ન કરો
છ – કહે છે છળથી દૂર રહો
જ – કહે છે જવાબદારી નિભાવો
ઝ – કહે છે ઝઘડો ન કરો
ટ – કહે છે ટીકા ન કરો
ઠ – કહે છે ઠગાઇ ન કરો
ડ – કહે છે કયારેય ડરપોક ન બનો
ઢ – કહે છે કયારેય 'ઢ' ન બનો
ત– કહે છે બીજાને તુચ્છકારો નહીં
થ – કહે છે થાકો નહીં
દ – કહે છે દીલાવર બનો
ધ – કહે છે ધમાલ ન કરો
ન – કહે છે નમ્ર બનો

પ – કહે છે પ્રેમાળ બનો
ફ – કહે છે ફુલાઇ ન જાઓ
બ – કહે છે બગાડ ન કરો
ભ – કહે છે ભારરૂપ ન બનો
...મ – કહે છે મધૂર બનો
ય – કહે છે યશસ્વી બનો
ર – કહે છે રાગ ન કરો
લ – કહે છે લોભી ન બનો
વ – કહે છે વેર ન રાખો
શ – કહે છે કોઇને શત્રુ ન માનો
સ – કહે છે હંમેશા સાચુ બોલો
ષ – કહે છે હંમેશા ષટ્કાયના જીવની રક્ષા કરો
હ – કહે છે હંમેશા હસતા રહો
ક્ષ – કહે છે ક્ષમા આપતા શીખો

ચહેરો તમારો જોયો અને સવાર પડી,
તમારી જુલ્ફોની મહેકથી તાજગી મળી,

સમય ના બંધન ના કદી વહેણ નથી હોતા,
ખરી ગયેલા પાન કદી લીલા નથી હોતા,
કહે છે દુનીયા બીજો પ્રેમ કરી લે, પણ કોણ સમજાવે
એમને કે સાચા પ્રેમ ના "પુર્ણવિરામ" નથી હોતા..

સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા,
નાસમજમાં કોઈને ગુમાવી પણ ના દેતા,
ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં,
એમાં સંબંધ ઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા.

સાગરને કિનારે બેસી કોઈ રડતું હશે,
તમને યાદ કરીને કોઈ હસતું હશે,
જરા તમારા દિલ પર હાથ રાખી વિચારી તો જુઓ,
તમારા માટે પણ કોઈ જીંદગી જીવતું હશે.

સમજાતું નથી એજ કે શું ગમે છે,
ખુશી ગમે છે કે ગમ ગમે છે,
પણ એક વાત તો ચોક્કસ છે દોસ્ત,
કે તારા સાથની હર એક પળ મને ગમે છે.

ઓરડામાં એક ચિત્ર હોય તો પુરતું છે,
જીવનમાં એક મસ્ત મિત્ર હોય તો પુરતું છે,
...મિલાવેલો હાથ ભલે હોય સાવ મેલો,
દિલથી પ્રેમ પવિત્ર હોય તો પુરતું છે.

પ્રિતને મારી દિલમાં જ રાખું છું,
આંસુને નયનથી દુર રાખું છું,
બેવફા આ જગમાં વફાદારી રાખું છું,
...મને ભુલી જનારાને પણ હું હંમેશા યાદ રાખું છું.

જીવનમાં મુશ્કેલીઓ તો
અનેક હોય છે.પરંતુ,
તે દરેકનો એક રસ્તો હોય છે.
અને એ રસ્તો એને જ મળતો હોય છે
...કે જેનો ચહેરો સદાય હસતો હોય છે

સંબંધો ઍવા બનાવ જો કે,
જેમા શબ્દો ઓછા ની સમજ વધુ હોય,
વિવાદ ઓછા ને સંવાદ વધુ હોય,
...પુરાવા ઓછા ને પ્રેમ વધુ હોય..

ક્યારેક તો પ્રેમ માં વિરહ આવી જાય છે,
ક્યારેક કોઈ લાચારી આવી જાય છે,
એ વિરહ નું આવવું પણ જરૂરી છે,
એ વિરહ જ તો આપણ ને નજીક લાવે છે……

તમે જો બેસહારા હોવ તો,
કોઈ નો સહારો બનો,
સહારો તમને એમજ મળી જશે,
ડૂબતી નાવ ને પહોચાડી દો કિનારે,
...તમને કિનારો એમજ મળી જશે !!!!

કોરા કાગળ પર એનું ચિત્ર બનાવ્યું,
કલ્પના ના રંગો પૂરી ને રંગીન બનાવ્યું,
કેવી અસર હતી મારા પ્રેમ માં કે,
ચિત્ર માં પણ એના હૃદય ને ધબકતું બનાવ્યું….

તને ચાહવા માં કંઇક ખોઈ બેઠા,
હતા બે-એક અશ્રુ એને રોઈ બેઠા,
કર્યું વ્હાલ થી મેશ નું તે જ ટપકું,
અમે દાગ સમજી ને ધોઈ બેઠા….

ઝુલ્ફો જો તમારી એક રાત બની જાય,
અને નાજુક આ ચેહરો ચાંદ બની જાય,
હાસ્ય તણા મોતી સિતારા બની જાય,
તો જીવન આ મારું સ્વર્ગાકાશ બની જાય….

શ્વાસ માંથી આ મહેક લઇ જા,
મારી પાસે થી આજે કંઇક લઇ જા,
જો કેવું ધબકે છે નાદાન,
આ દુખતું હૃદય ઘડીક લઇ જા..

ક્યાંક મળે તો કેહ્જો એમને,
દરરોજ છબી એમની નિહાળી રહ્યો છુ,
જિંદગી આમ તો મારી જ છે,
પણ યાદ મા એમની ખપાવી રહ્યો છુ…..

પ્રેમ મા સપના દેખાય બહુ છે,
તે રાત મા અમને જગાડે બહુ છે,
હું આંખો મા કાજળ લગાઉં તો કેમ,
આ આંખો ને લોકો રડાવે બહુ છે…..

પ્રેમ મા સપના દેખાય બહુ છે,
તે રાત મા અમને જગાડે બહુ છે,
હું આંખો મા કાજળ લગાઉં તો કેમ,
આ આંખો ને લોકો રડાવે બહુ છે…..

બે અક્ષર નો સંગાથ લઇ ને,
ખુદ ની ગઝલ લખી રહ્યો છુ,
તારા દિલ મા શું છે નથી જાણતો છતા,
આપના પ્રેમ ના દીવા સ્વપ્નો જોઈ રહ્યો છુ…..

ખારાશ મા પણ મીઠાસ છે,
નહીતર ખારા એવા મીઠા (નમક),
નું નામ મીઠું ના પડ્યું હોત !!

ભીંજાયેલી આંખો ના આ મંઝર મળશે,
ઘર છોડી ને ના જાવ ક્યાય ઘર ના મળશે,
અશ્રુ ને કદી ઝાકળ બુંદ ના સમજો,
ચાહત નો આવો સમંદર ના મળશે…

આ દિલ સાથે રમવા નો પ્રયત્ન ના કર,
એમાં જખમ નો ગેહરો દાગ છે,
આ દિલ ને છંછેડવા નો પ્રયત્ન ના કર,
હમદમ બરફ માં પણ ઠંડી આગ છે….

અશ્રુ સંગાથે કાળુ કાજળ ઝરે છે,
ને આંખો માં લોહી ના રંગો ભરે છે,
નીંદર બિચારી પાછી વળી ગઈ,
પાંપણ ને કોઈ ની પ્રતિક્ષા નડે છે……

ના જાણે આજે કેમ મન મૂંજાય છે,
દરેક જગ્યા એ ખોટ તમારી વર્તાય છે,
કારણ શોધવા ઘણા પ્રયત્નો કર્યા,
પણ એમાં વળી નવી મૂંઝવણ ઉભી થાય છે……

ચાંદ સુરજ હવે સારા નથી લાગતા,
હવે દુનિયા ના કોઈ નજર સારા નથી લાગતા,
કોઈ જઈ ને કહી દે તમારા માતા પિતા ને,
હવે તમે કુંવારા સારા નથી લાગતા….

જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે,
પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે. !!

જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે,
પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે. !!

Thursday, August 19, 2010

યાદ અમર છે જિંદગી ની સફર માં,
અમે તો છુપાવી લીધી છે તસ્વીર સફર માં,
કેમ ઓછી કરી શકીએ તમારી યાદ જીવન માં,
યાદગાર છો તમે તો સદા અમારી નજર માં….